રાજ્યની પ્રથમ કન્યા વિદ્યાલયને સ્પોર્ટ્સ સંકુલ તરીકે રાજકોટની કડવીબાઈ કન્યા વિદ્યાલયને મંજૂરી મળી છે. આ સાથે રાજ્ય સરકારે કડવીબાઈ કન્યા વિદ્યાલયમાં રાઈફલ શૂટીંગ માટેના અત્યાધુનિક સાધનો આપવામાં આવ્યા છે.
આ મહિલા ખેલાડીઓમાંથી કોઈ પણ ખેલાડી ભાવિ શુટર બની શકે છે. અને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકી શકે છે. કેમકે હવે આ ખેલાડીઓને શુટીંગ માટેના અત્યાધૂનિક સાધનો મળ્યા છે. એટલું જ નહીં, નિષ્ણાત કોચ પણ મળ્યા છે. અત્યાર સુધી અહીં શૂટીંગના મર્યાદિત સાધનો હતા. તે પણ ચાલે ન ચાલે તેવી સ્થિતિમાં હતા. આ સંકુલ રાજકોટની કડવીબાઈ કન્યા વિદ્યાલયનું છે. આ શાળા રાજ્યની પ્રથમ શાળા બની છે જેને રાજ્ય સરકારે સ્પોર્ટ્સ સંકુલ તરીકે મંજૂરી આપી હોય.